Saturday 24 December 2011

GENERAL KNOWLEDGE OF INDIA....



સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી

ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં

ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ

નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે

કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની

ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે

કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર

SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં

ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય

મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય

રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની

થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં

નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો 

  ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર

ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય

પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું

ગુજરાતમાં અત્યારે કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લાઓ

ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકાઓ આવેલા છે ?
225 તાલુકાઓ

Vidhya Academy....
Patan...
96620 72967....

1 comment:

  1. The Best Casinos in the World: List of The - Jtm Hub
    Our list includes the best casinos in 의왕 출장샵 the 천안 출장안마 world with the best slots games available in most 안성 출장마사지 you can win in most 보령 출장안마 casinos from your Android phone, 김천 출장안마

    ReplyDelete