Wednesday 28 December 2011

INFORMATION ABOUT STONE AGE , MEHSANA , LOTHAL , MANHE - JO - DALO , SHARYATI , AANART , GIRNAR , YADAV , BRAHMI , ASHOK , SKANDGUPT , PRIYADARSHI , DEVANAMPRIYA , KUSHAAN , VALABHI , GANDHAAR , KOTYARK , SHURPAAL , MULRAAJ SOLANKI , KALIKAL SARVAGNYA , HEMCHANDRACHARYA , DELVADA , AURANGZEB , SHIVAJI , FARSI , RANCHHODLAL CHHOTALAL , VANDE MATARAM , SHYAMJI KRUSHNA VERMA , SARDAR VALLABHBHAI PATEL , BORSAD SATYAGRAH , DHARMA YUDDH , TODENGE YAA MARENGE , KANAIYALAL MUNSHI , DADABHAI NAVROJI , BALVANTRAY MEHTA , CHAVDA VANSH , SIDDHRAJ JAYSINGH , RANI KI VAV , PANCHASAR , KUMARPAL...



www.gkgujarat.com

પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.

મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી

અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે

અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે

શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત

આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું

ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં

ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં

ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ

ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય

ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો

ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા

ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ

દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી

ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં

જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે


ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની

સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી

ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત

ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની

વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા

સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક

ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ

પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ

ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ

ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી

ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
પાટણમાં - રાણકી વાવ

ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )

મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
ભીમદેવ પહેલો (1026 માં )

''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
હેમચંદ્રાચાર્યે

હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
કલિકાલસર્વજ્ઞ

શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય

સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
ત્રિભુવનપાલ

વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.

ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
ઝફરખાન

4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
એહમદશાહ પહેલો

સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
મહેમુદ બેગડાના નામે

અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
મહેમુદ બેગડાની

મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
જહાંપનાહ

ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
મહેમુદ બેગડાના સમયમાં

સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
સુલતાન મહેમુદ ત્રીજો

ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
મિરઝા અઝીઝ કોકા

બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
જજીયાવેરો

ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
સોલંકીયુગ -વંશ

ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
એહમદશાહ પ્રથમ

અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
શેખ સીદીની મસ્જિદ

ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
શાલઆલમ બહાદુર શાહ

શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
ઈ.સ.1664 માં

ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
ફારસી ભાષા

ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
જરથોસ્તી ધર્મ

ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
અગ્નિ (આતશને)

શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
ઈ.સ.1670

ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
હરકુંવર શેઠાણી

ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
દુર્ગારામ મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
રણછોડલાલ છોટાલાલ (1860 માં )

કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ? (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ

ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ

ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?
સ્વદેશી ચળવળ સભા (1906)માં

બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?
વનસ્પતિની દવાઓ

લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?
શ્યામજીકૃષ્ણ વર્મા

વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?
બારડોલી સત્યાગ્રહથી

ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?
ડુંગળીચોર

ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?
બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર

5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?
અબ્બાસ તૈયબજી

બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
22 ટકાનો

નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?
સરદાર વલ્લભભાઈ પટેલ

ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?
અમદાવાદનો મિલ સત્યાગ્રહ

'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?
કનૈયાલાલ મા. મુનશી

મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?
ઉમરખાન પઠાણ

1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
મૂળુ માણેક

1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
દાદાભાઈ નવરોજી

1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
રાસ્તે ગોફતાર

ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?
વિસનગર (જી.મહેસાણા )

અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?
ઈ.સ.1860 -64 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

ઈ.સ.1870 સુધી પ્રત્યેક ભારતીયની સરેરાશ માથાદીઠ આવક કેટલી હોવાનું દાદાભાઈ નવરોજી એ જણાવેલ છે ?
27 શિલિંગ

કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું ?
બળવંતરાય મહેતા

ગુજરાતમાં આનર્ત પ્રદેશ તરીકે કયો પ્રદેશ જાણીતો છે ?
શર્યાતીના પુત્ર અનાર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગો ઉપર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત ' કહેવાયો .

હડપ્પા અને મોહેં-જો -દડોની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે ?
ગુજરાતમાં - રંગપુર (જી.સુરેન્દ્રનગર) , લોથલ (જી. અમદાવાદ ), કોટ અને પેઢામલી(જી. મહેસાણા ), 
લાખા બાવળ અને આમરા(જી.જામનગર ) , રોજડી (જી. રાજકોટ ), ધોળાવીરા (જી. કચ્છ ),સોમનાથ પાટણ( જી.જૂનાગઢ ) ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી .

ગુજરાતના પ્રાગઐતિહાસિક સમયના સ્થળોના નામ જણાવો ?
સોમનાથ પાટણ, લોથલ , ભૃગુકચ્છ, સ્તંભતીર્થ , સોપારા ...

ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?
વનરાજ ચાવડો

સિદ્ધરાજ જયસિંહ કયા વંશ નો રાજવી હતો ?
સોલંકી વંશનો

ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
દાહોદમાં

ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ભમ્મરિયો કયા આવેલો છે ?
મહેમદાવાદમાં

અડલજની વાવનું બાંધકામ કોણે કરાવેલું છે ?
રાણી રૂડાબાઈએ

અડાલજની વાવ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં

રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
પાટણમાં

વીર ધવલના મંત્રીઓ કોણ હતા ?
વસ્તુપાલ અને તેજપાલ

કોના સમયગાળામાં મહમંદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરી હતી ?
ભીમદેવ પહેલો ના સમયગાળામાં

ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
ડૉ.જીવરાજ મહેતા

'સિદ્ધહેમ શબ્દાનુંશાસન ' ગ્રંથ ના રચયિતા કોણ હતા ?
હેમચંદ્રાચાર્ય

હેમચંદ્રાચાર્ય નું બીજું નામ જણાવો ?
કલિકાલસર્વજ્ઞ

હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ જણાવો ?
ચાંગદેવ

વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાપસિંહ ગાયકવાડ

ગુજરાતમાં આવેલા જ્યોતિલીન્ગોમાં શ્રેષ્ઠ કયું જ્યોતિલિંગ છે ?
સોમનાથનું મંદિર

ગુજરાતના ઈતિહાસમાં પંચાસર હાલ કયા વિસ્તારમાં આવેલું છે ?
રાધનપુર બાજુ (જયશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું હતું )

ગુજરાતના ઈતિહાસ માં 'અશોક 'તરીકે કયો રાજા ઓળખાય છે ?
કુમારપાળ

VIDHYA ACADEMY....
PATAN...
96620 72967...


No comments:

Post a Comment